ભરૂચ: હાંસોટના ઇલાવની RK વકીલ હાઈસ્કૂલમાં ગરબા સ્પર્ધા યોજાય, બેન્ક ઓફ બરોડા રી.ઓફિસર્સ એશો.દ્વારા સાઉન્ડ સિસ્ટમની ભેટ અપાય

શાળાના શિશુ 1થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ શાળા પરિવારે ગરબે ઘૂમી જગત જનની માં જગદંબાની આરાધના કરી આ પ્રસંગે  બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર એસો.સુરત યુનિટ તરફથી કંપ્લીટ સાઉન્ડ સિસ્ટમને શાળાને અર્પણ કરવામાં આવી

RK Vakil High school
New Update
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઇસ્કૂલ,સ્વ.અલકાબેન શાંતિલાલ વૈદ્ય પ્રાથમિક શાળા,અલકાબા કુમાર છાત્રાલય અને સીતાબા કન્યા છાત્રાલયમાં નવરાત્રીના પર્વ પર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિશુ 1થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ શાળા પરિવારે ગરબે ઘૂમી જગત જનની માં જગદંબાની આરાધના કરી હતી.
RK Vakil Highschool Ilav.
ગરબા સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આદર્શ કેળવણી મંડળના પ્રમુખ તુષાર પટેલ,ટ્રસ્ટી ઉમેદભાઈ પટેલ, શાળાના આચાર્યો ધર્મેશ જોશી, જીગ્નેશ પટેલ, છાત્રાલયના ગૃહપતિ આશિષ પટેલ તેમજ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Ilav RK Vakil Highschool
આ પ્રસંગે  બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર એસો.સુરત યુનિટ તરફથી કંપ્લીટ સાઉન્ડ સિસ્ટમને શાળાને અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ઝોનલ પ્રેસિડેન્ટ,બરોડા ઝોન અને મંડળનાં સેક્રેટરી ભગવતીભાઈ પટેલ,આસી.ઝોનલ સેક્રેટરી રમેશ મકવાણા,ઝોનલ કમિટી મેમ્બર,નટવર ભૂતવાલા અને પ્રમોદ નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.
#Connect Gujarat #Ilav village #RK Vakil High School #RK વકીલ હાઈસ્કૂલ #Garba Competetion
Here are a few more articles:
Read the Next Article