ભરૂચ : ગામનો યુવાન ગામમાં જ ક્રિકેટ રમે તેવા આશય સાથે જૂના તવરા ગામે ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું...

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે મહાનુભાવોના હસ્તે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update
  • ગામનો યુવાન ગામમાં જ રમશે’ તેવા આશય સાથે આયોજન

  • તવરા ગામે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ

  • જુના તવરા મંગલમંઠના મહંતના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ

  • લોકો એકબીજા પ્રત્યે આદર-સન્માન સાથે રહે તેવો શુભ આશય

  • મોટી સંખ્યામાં ગામના આગેવાનો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છેત્યારે મહાનુભાવોના હસ્તે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

હાલ ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં ખૂબ જ મોટાપાયે વિકાસ થઈ રહ્યો છે. જેમાં શહેરીકરણના પણ મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહેલોકોમાં સમભાવ જળવાઈ રહેલોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તેવા હેતુથી જુના તવરા ગામના આગેવાન પરેશસિંહ અને અમિતસિંહ દ્વારા ગામના યુવાનો માટે અવાર નવાર વિવિધ કાર્યક્રમો થકી સુંદર આયોજન કરવામાં આવતા હોય છે.

તેવામાં આવનાર દિવસોમાં ઉનાળું વેકેશન દરમ્યાન તવરા ગામના યુવાનોને ક્રિકેટ રમવા બહાર ન જવું પડે અને તે તવરા ગામમાં જ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમી શકે તે હેતુથી પરેશસિંહ અને અમિતસિંહ દ્વારા જુના તવરા ગામ ખાતે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ગામમાં વસતા વિવિધ સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવી અહીં કિકેટ ટુર્નામેન્ટ યોજાશેતથા નાઈટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરાશેત્યારે આ ક્રિકેટ ગ્રાઉન્ડનું જૂના તવરા મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ તથા ગામના આગેવાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.