New Update
/connect-gujarat/media/media_files/2025/03/07/CzKxdXSSgm3FAYi71GD0.jpg)
દર વર્ષે તા. 8મી માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની વિશેષ ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે મહિલાઓ માટે આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે દર વર્ષે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ તા. 8મી માર્ચ-2025ના રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની આગોતરી ઉજવણીના ભાગરૂપે કોલેજમાં વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વુમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા તા. 7મી માર્ચ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે મહિલાઓ માટે સર્વાઇકલ હેલ્થ અને હાઇજીન વિષય પર સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કથીરિયા પાયલ અને ડો. રૂચિતા ગજેરાએ વિદ્યાર્થિનીઓ, ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફને વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સેમિનાર દ્વારા વિદ્યાર્થિનીઓમાં સર્વાઇકલ હેલ્થ અંગે જાગૃતિ લાવવા અને સંભવિત જોખમોથી બચવા તેમજ સચેત રહેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ સાથે કાર્યક્રમ દ્વારા મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જાગૃતિને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્યા, કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.