ભરૂચ: નેત્રંગના ઉમરખાડા ગામે દિપડો પાંજરે પુરાયો,થોડા દિવસ અગાઉ બકરાનું કર્યું હતું મારણ

દિપડો દેખાયો હોવાના સ્થળે મારણ મુકી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને વનવિભાગની ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવતી હતી ત્યારબાદ ગામ નજીકના ખેતરમાં આટાફેરા મારતો દિપડો આખરે પાંજરે પુરાયો

New Update
Leopard Trap
Advertisment
ભરૂચના નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામેથી  કદાવર દિપડો ઝઘડિયા વનવિભાગે ગોઠવેલા પાંજરામાં પુરાયો હતો જેને જોવા ગ્રામજનોના ટોળેટોળા ઉમટયા હતા
Advertisment
ભરૂચના નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામે દિપડાએ થોડા દિવસ પહેલા એક બકરાનું મારણ કર્યું હતું ત્યારબાદ ગ્રામજનોએ વનવિભાગને દિપડાની હાજરી હોવાની માહિતી આપતા વનવિભાગ દ્વારા દિપડો દેખાયો હોવાના સ્થળે મારણ મુકી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને વનવિભાગની ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવતી હતી ત્યારબાદ ગામ નજીકના ખેતરમાં આટાફેરા મારતો દિપડો આખરે પાંજરે પુરાયો હતો.
દીપડો પાંજરે પુરાયાની માહિતી મળતા જ વન વિભાગના અધિકારી સ્થળ પર પહોંચી ગયા હતા અને ઝડપાયેલ દીપડાને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવી તેને સુરક્ષિત ખોરાક પાણી મળે તેવા સ્થળે છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
Latest Stories