New Update
-
ભરૂચમાં અનોખું સેવાકાર્ય હાથ ધરાયુ
-
સાર્થક ફાઉન્ડેશન દ્વારા કાર્ય હાથ ધરાયુ
-
ગૌ વંશ-શ્વાનોને કરવામાં આવશે ડી વોર્મિંગ
-
દવાનું વિતરણ કરવામાં આવ્યું
-
દર ત્રણ મહિને અભિયાન હાથ ધરાશે
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન અને બી.જી.પી.હેલ્થકેરના સંકયુક્ત ઉપક્રમે શ્વાનો અને ગૌ વંશને ડી વોર્મિંગની દવા આપવાનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
ભરૂચમાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે સંસ્થા દ્વારા વધુ એક ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે. સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને બી.જી
પી.હેલ્થકેરના સંયુક્ત પ્રયાસથી ભરૂચ શહેરમાં ગૌવંશ તથા શ્વાનોને ડી વોર્મિંગનું મેગા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રસ્તે રખડતા શ્વાન તેમજ ગૌવંશને કેટલીક વખત અખાધ્યા ખોરાક પણ આરોગે છે જેનાથી તેમના આરોગ્યને નુકસાન પહોંચે છે ત્યારે સાર્થક ફાઉન્ડેશન અને બી.જી.પી. હેલ્થ કેર દ્વારા દવા આપવામાં આવે છે જેનાથી તેઓના આરોગ્યને તકલીફ પહોંચતી નથી. બંને સંસ્થાઓ દ્વારા 350 ગૌ વંશ અને 450 જેટલા શ્વાનોને ડી વોર્મિંગની દવા આપવામાં આવી હતી. જે પશુઓને દવા આપવામાં આવે છે તેના પર નિશાન કરી દેવામાં આવે છે.આ દવાના કારણે પશુઓને પેટના તથા ચામડીના રોગોમાં રાહત મળે છે.આ અભિયાન દર ત્રણ મહિને કરવામાં આવે છે જેમાં બંને સંસ્થાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાય છે.
Latest Stories