New Update
/connect-gujarat/media/media_files/2025/12/13/shahmina-hussain-2025-12-13-17-05-35.jpeg)
ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી માટેનો Special intensive Revision(SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી માટેના SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અને બાકી રહી ગયેલા મતદારો સુધી છેલ્લા દિવસ સુધીમાં જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે ભરૂચ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર અને જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈન પ્રિંન્સિપાલ સેક્ર્ટરી ગુજરાત સરકાર નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
તેઓએ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં માન્ય રાજકીય પક્ષો પણ સહભાગી બની જિલ્લાની કામગીરી સરળતાથી પૂર્ણ થાય અને કોઈપણ લાયક મતદારનો મતદારયાદીમાંથી સમાવેશ થતાં રહી ન જાય જેથી ક્ષતિરહીત મતદારયાદી તૈયાર થાય તેવા પ્રયત્નો કરી સાથ-સહકાર આપવા જણાવ્યું હતું.
Latest Stories