ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ

પર્યાવરણલક્ષી જાગૃતિ લાવવા તેમજ ૫ જૂનના ૨૦૨૫ના રોજ રાજ્ય ઉજવણી સહિત જિલ્લામાં યોજાનાર કાર્યક્રમના આયોજન અંગે અધ્યક્ષસ્થાનેથી  માર્ગદર્શન આપવામાં આવ્યું

New Update
વિશ્વ પર્યાવરણ દિવસ
૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ (WED) ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" છે. નવી દિલ્હી સ્થિત પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તા. ૨૨ મે થી ૫ જૂન ૨૦૨૫ દરમિયાન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવાના મહત્વને ઉજાગર કરવા માટે એક પૂર્વ-અભિયાન ચલાવવાનું આયોજન કરી રહ્યું છે, જેમાં ૫ જૂન ૨૦૨૫ થી મુખ્ય કાર્યક્રમનો પ્રારંભ થનાર છે. જેના અનુસંધાને વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજનના ભાગરૂપે  મુખ્ય સચિવની અધ્યક્ષતામાં જિલ્લાના અમલીકરણ અધિકારીની ઓનલાઈન બેઠક મળી હતી.
જેમાં પર્યાવરણલક્ષી જાગૃતિ લાવવા તેમજ ૫ જૂનના ૨૦૨૫ના રોજ રાજ્ય ઉજવણી સહિત જિલ્લામાં યોજાનાર કાર્યક્રમના આયોજન અંગે અધ્યક્ષસ્થાનેથી  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર એન. આર. ધાધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories