-
ભરૂચ જિલ્લાના રાજકારણમાં શું રચાશે નવો અધ્યાય?
-
નવા વર્ષના પ્રથમ દિવસે છોટુ વસાવાએ આપ્યા સંકેત
-
મહેશ વસાવાની ઘર વાપસી નિશ્ચિત
-
આદિવસીઓની સંપત્તિ હડપ કરવાનો રચાય છે પેંતરો
-
આવનાર સમયમાં નવા આંદોલનનો ફૂંકાઈ શકે છે પવન
ભરૂચ જિલ્લાના રાજકારણમાં નવા વર્ષના પ્રારંભ સાથે નવા અધ્યાયની શરૂઆત થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે,છોટુ વસાવાથી વિખૂટા પડીને ભાજપ જોઈન્ટ કરનાર પુત્રએ ઘર વાપસી કરતા ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્ર દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ લોકસભાની ચૂંટણી સમયે પિતા સાથેનો રાજકીય છેડો છોડીને ભાજપના ભગવા રંગમાં રંગાયા હતા,જોકે નવા વર્ષના પ્રથમ દિવસે છોટુ વસાવા તેમના પુત્ર મહેશ અને દિલીપ એક જ મંચ પર એક સાથે નજરે પડતા રાજકીયક્ષેત્રે નવા જૂનીનાં એંધાણ વર્તાય રહ્યા છે.
છોટુ વસાવાએ પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી,અને આવનાર સમયમાં કોઈ મોટી ઉથલપાથલ થાય તેવા સંકેતો આપ્યા હતા.છોટુ વસાવાએ આ અવસરે જણાવ્યું હતું કે અદાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહારે દેશની સંપત્તિ લૂંટીને મોટા થયા છે,જ્યારે આદિવાસીઓની પરિસ્થિતિ ખુબ જ વિકટ છે,બેરોજગારી સહિતની સમસ્યાઓથી પીડાય રહ્યા છે,ત્યારે અમારી સંપત્તિ હડપ કરવાના પેંતરા કરવામાં આવી રહ્યા છે,જેની સામે લડત આપવા માટે આગામી સમયમાં નવું આંદોલન સર્જાય તેવા સંકેત પણ છોટુ વસાવાએ આપ્યા હતા.