New Update
/connect-gujarat/media/media_files/2025/09/12/rrasdtrtiy-2025-09-12-12-08-12.png)
અખિલ હિંદ અંધ ધ્વજદીનની ઉજવણીના ભાગરૂપે ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ, ભરૂચ-નર્મદા જિલ્લા શાખા દ્વારા જનજાગૃતિ માટે અંધજનોની રેલીનું આયોજન કરવામાં આવશે.
સવારે ૧૧:૦૦ વાગ્યે, ભરૂચ રેલવે સ્ટેશન પાસે આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસેથી રાજપૂત છાત્રાલય સુધી રેલી યોજાશે.આ રેલીમાં અંદાજે ૨૦૦ જેટલા દિવ્યાંગ ભાઈ-બહેનો તથા નાગરિકો જોડાશે. રેલી પૂર્ણ થયા બાદ રાજપૂત છાત્રાલય, ભરૂચ ખાતે અંધજનો માટે અન્ન સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. Deccan Fine Chemicals India Pvt. Ltd., અંકલેશ્વર દ્વારા ૧૫૦ અનાજ કિટનું વિતરણ અંધજનોને કરવામાં આવશે. ઉપરાંત, ઉપસ્થિત તમામ અંધજનો અને સહયોગી લોકોને ભોજન સેવા પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રમુખ, એન.એ.બી. ભરૂચ-નર્મદા શાખા, મંત્રી પ્રદીપ પટેલ,ફંડ રેઇઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
Latest Stories