ભરૂચ: હરિપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું કરાયુ આયોજન

આવનાર પાંચ જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં યોજાશે હરિપ્રબોધમ યુવા મહોત્સવ

  • તારીખ 5મી જનયુઆરીના રોજ આયોજન

  • મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાય સભા

  • પ્રબોધજીવન સ્વામીજી રહ્યા ઉપસ્થિત

  • હરિભક્તોએ સત્સંગનો લીધો લાભ

આવનાર પાંચ જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે  હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી  પ્રબોધજીવન સ્વામીજી દર્શનદાન આપવા તા- 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ-અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે. જે અંતર્ગત ભરૂચના આત્મીય સંસ્કારધામ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન  પ્રબોધજીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું.સભામાં સંતવર્ય મૈત્રી સ્વામીજી,  ગુરુપ્રસાદ સ્વામીજી,  સંતોષ સ્વામીજી તથા પ્રાદેશિક સંતવર્ય  હરીશરણ સ્વામીજી તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગનો લહાવો લીધો હતો.
Latest Stories