ભરૂચ: પ્રભારી સચિવ શાહમીના હુસૈનની અધ્યક્ષતામાં તંત્રની કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજાય

જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકોપયોગી કામોની સમિક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી ઉપસ્થિત રહ્યા હતા.

New Update
review meeting Bharuch
ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ  શાહમીના હુસેનના અધ્યક્ષતામાં વહીવટીતંત્રની કામગીરી, જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકોપયોગી કામોની સમિક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદથી ઉભી થયેલી પરિસ્થિતિની વિગતો આપી જિલ્લામાં પુરની પરિસ્થિતીને ટાળવા લેવાયેલ જરૂરી એક્શન બાબતે, એઆઈ બેઝ ઈ - રેવા એપ્લિકેશન સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી હતી.ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી ધ્વારા જિલ્લામાં ચાંદીપુરા કેસ અંગેની માહિતી આપી હતી અને તે સંદર્ભે આરોગ્ય વિભાગ ધ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ રોડ રસ્તા વિશેની વિગતો મેળવી હતી.