ભરૂચ: કશ્મીર ગયેલા પરિવારનો એક કિચેઇને જીવ બચાવ્યો, નહીં તો આતંકી સાથે જ સામનો થઈ જાત !

ભરૂચના પરિવારનો કિચેઇન ખરીદવા માર્ગમાં રોકાવાથી કિસ્મતે બચાવ કર્યો દવે પરિવાર બૈસરન ઘાટી માટે મોડું પડયું અને તેમનો આંતકવાદીઓ સાથેનો સામનો ટળ્યો

New Update
  • જમ્મુ કશ્મીરમાં થયો હતો આતંકી હુમલો

  • ભરૂચનું પરિવાર કશ્મીરના પ્રવાસેથી હેમખેમ પરત ફર્યું

  • કિચન લેવા રોકાતા આતંકીઓ સાથેનો સામનો ટળ્યો

  • હુમલની જાણ થતા જ હોટલ પરત ફર્યા હતા

  • પરિવારજનોએ અનુભવ્યો હાશકારો

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. કશ્મીરના બૈસરન જતા ભરૂચના પરિવારનો કિચેઇન ખરીદવા માર્ગમાં રોકાવાથી કિસ્મતે બચાવ કર્યો હતો. દવે પરિવાર બૈસરન ઘાટી માટે મોડું પડયું અને તેમનો આંતકવાદીઓ સાથેનો સામનો ટળ્યો હતો. 
ભરૂચના સંધ્યા દવે તેમન પતિ ઋષિ દવે અને એનઆરઆઈ બહેન બનેવી સાથે પેકેજ ટૂર દ્વારા કાશ્મીર ગયા હતા. આ બે દંપતીઓને 22 તારીખે બપોરે સાડાબાર વાગ્યે બૈસરનના મીની સ્વિટ્ઝર્લેન્ડ પોઇન્ટ જે હુમલાનું સ્થળ હતું ત્યાં પહોંચવાનું શિડ્યુલ અપાયું હતું. હોટલથી ઘાટી તરફ રવાના થયેલા આ ગુજરાતી પર્યટકો હુમલાના સ્થળ નજીક  એક સેલ્ફી પોઇન્ટ પર રોકાયા હતા.
અહીં તસવીરો ખેંચ્યા બાદ આગળ ધપતી વખતે નજીકમાં દેવદારના લખડામાંથી કોતરણી કરી કિચેઇન બનાવતા એક વ્યક્તિ પર સંધ્યાબેનની નજર પડી હતી. અહીં ભીડ હતી અને કારીગરે સંધ્યાબેને બનાવવા આપેલા કિચેઇનમાં પરિવારના સભ્યોના નામના સ્પેલિંગમાં બેથી ત્રણ વખત ભૂલો કરી હતી. આ રકઝકમાં સમય વેડફાયો હતો અને તે પોઇન્ટ સુધી પહોંચવા મોડા પડ્યા હતા.
આ દરમિયાન અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. દવે પરિવાર સાથે ટુર ઓપરેટરના ડ્રાઇવર કમ ગાઈડે કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાની હોવાની શંકા વ્યક્ત કરી પરત હોટલ જવા વિનંતી કરી હતી. આ દરમિયાન પર્યટકોનું ટોળું નજીક આવ્યું હતું જેણે આંતકી હુમલાની માહિતી આપતા અન્યની સાથે બે દંપતી પણ જીવ બચાવવા પરત ભાગ્યા હતા. આમ કિચેઇન બનાવવામાં વેડફાયેલ સમયના કારણે દવે પરિવારના સભ્યોનો જીવ બચ્યો હતો. 
Read the Next Article

ભરૂચ: હાંસોટના કતપોર ગામ નજીક દરિયાના પાણીમાં તણાયેલું કન્ટેનર આવ્યું, પોલીસ અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી

ભરૂચના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને  આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ પોલીસનો

New Update
MixCollage-27-Jul-2025-10-03-AM-438

ભરૂચના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને  આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ભરૂચના હાંસોટ તાલુકાના કતપોર ગામ નજીક દરિયો અને વન ખાડીનો સંગમ થાય છે.આ ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલ મોટુ કન્ટેનર નજરે પડ્યું હતું જેના પગલે ગ્રામજનોમાં કુતુહલ ફેલાયું હતું આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તરફ આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ મરીન પોલીસ તેમજ હાંસોટ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ કરતાં કન્ટેનરમાં બાળકોના બુટ ચપ્પલનો જથ્થો હોવાનો બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આ અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દરિયામાં મોટી ભરતી સમયે કોઈ સીપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જોકે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે.