-
જંબુસરમાં ઓટોરિક્ષા ગેરેજમાં લાગી આગ
-
મળસ્કે લાગેલી આગથી નાસભાગ મચી
-
ન.પા.ના ફાયર બ્રિગેડે મેળવ્યો આગ પર કાબુ
-
ઘટનામાં કોઈ જાનહાની ન સર્જાતા રાહત
-
આગમાં વાહનો અને સાધનોને નુકસાન
ભરૂચ જિલ્લાના જંબુસરના જોધલપુર સોસાયટીમાં પાસેના રિક્ષા રીપેરીંગ ગેરેજમાં મળસ્કે અચાનક આગ લાગી હતી.અને ફાયર લાશ્કરોએ આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો.
જંબુસરના જોધલપુર સોસાયટી નજીક આવેલા રિક્ષા રીપેરીંગ ગેરેજમાં આજે સવારે આશરે 3:45 કલાકે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાના કારણો હજુ અકબંધ છે, પરંતુ ગેરેજમાં રહેલા ઓઇલ અને અન્ય પદાર્થોના કારણે આગે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.આગ લાગતાની સાથે જ આજુબાજુના રહીશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
જંબુસર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.આ ઘટનાને જોતા જંબુસર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી,અને પરિસ્થિતિ સંભાળી હતી. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ગેરેજમાં રહેલા વાહનો અને સાધનોને નુકસાન થયું છે.