-
તા. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી
-
જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની આગેવાનીમાં ઉજવણી કરાય
-
બાઇક રેલી સહિત મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
-
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રેલીને પ્રસ્થાન કરાવાયું
-
મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા હોમગાર્ડના જવાનોની ઉપસ્થિતિ
તા. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની આગેવાનીમાં બાઇક રેલી સહિત મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટી તંત્રને મદદ કરવા માટે હોમગાર્ડ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી, તેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે. હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે.
તા. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ્થની આગેવાનીમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી. જે પાંચબત્તી, સ્ટેશન રોડ થઈ સિવિલ રોડથી સક્તિનાથથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ફરી હતી. ત્યારબાદ મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં ભરૂચ શહેર કમાન્ડર મનોજ રાણા, સિનિયર પ્લાટુન કમાન્ડર કિશોર ઠાકોર, હરિબાબુ અહેરવાર સહિત હોમગાર્ડ જવાનો જોડાયા હતા.