New Update
/connect-gujarat/media/media_files/2025/03/20/qxkNjs6PEOYDHo7fLCKF.jpeg)
આગામી તા.૨૩ માર્ચના રોજ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે.
આ પરીક્ષાનાસુચારુ આયોજન માટે ભરૂચના નિવાસી અધિક કલેકટરએન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેકટરે કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવે તે પ્રકારે આયોજન હાથ ધરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા.
ભરૂચ ખાતે ૧૮ સ્થળો પર ૧૭૩ બ્લોકમાં પરીક્ષા ૩૪૦૫ જેટલા વિદ્યાર્થીઓપરીક્ષા આપશે. ૧૬૧૧ - ગુજરાતી માધ્યમ, ૧૭૬૨- અંગ્રેજી માધ્યમ, ૩૨- હિન્દી માધ્યમવાળા વિધાર્થીઓનો સમાવેશ થાય છે. ૨૩/૦૩/૨૦૨૫ના રોજ પરીક્ષાનો સમય સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૪:૦૦ કલાક સુધીનો રહેશે. જેમાં સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધી ભૌતિકઅને રસાયણ વિજ્ઞાન, બપોરે ૧:૦૦ થી ૨:૦૦ દરમિયાન જીવ વિજ્ઞાન અને ૩:૦૦ થી ૪:૦૦ વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવામાં આવશે. આ તામામ સ્થળોએ ૧૮ સ્થળ સંચાલક, ૩૬- મદદનીશ સ્થળ સંચાલક, ૧૭૩- ખંડ નિરીક્ષક, ૧૮- રીલીવર અને ૩૬ સેવકનો પોતાની ફરજ બજાવશે.