-
ગુજરાત માટી કલાકારી-રૂરલ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા આયોજન
-
વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા વિશેષ તાલીમ શિબિર યોજાય
-
બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે તાલીમ શિબિરનું આયોજન કરાયું
-
દિવ્યાંગ વ્યક્તિઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
-
તમામ લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા-ગાંધીનગર દ્વારા ભરૂચના વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે દિવ્યાંગો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ વ્હાઇટ હાઉસ ખાતે વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશનની સંસ્થા છેલ્લા 6 વર્ષથી સ્થાપિત છે, જ્યાં આજરોજ વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆત તીલાવતે કુરાનથી કરવામાં આવી હતી. આ તાલીમ શિબિરમાં 30 જેટલાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં આજરોજ તાલીમ પૂર્ણ થતાં લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ ખોજબલ, ભરૂચ નગરપાલિકા વોર્ડ નં. 1ના કાઉન્સિલર સલીમ અમદાવાદી, સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.