New Update
/connect-gujarat/media/media_files/2025/03/01/NBI1CUk7XOaKnQyCkOgA.jpg)
ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આવેલ આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના હેડ તથા કોલેજ ઓફ એજ્યુકેશન દમણના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ જયેશભાઈ ડી પટેલ, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ મગન પટેલ તથા આર કે વકીલ હાઇસ્કુલ ઇલાવના માજી આચાર્ય જગદીશ પ્રજાપતિ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, જીગ્નેશ પટેલ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ રહ્યા હતા.આગેવાનો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી.
Latest Stories