ભરૂચ: જાણીતા પર્યટન સ્થળ ધાણીખૂટમાં નિર્માણ પામશે યાહા મોગી માતાજીનું મંદિર

ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ભરૂચના  ઘાણીખૂટ ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

New Update

ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ભરૂચના  ઘાણીખૂટ ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના નેત્રંગ તાલુકાનાં ઘાણીખૂટ ખાતે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પરિવાર યુનિટી સંગઠનની રચના કરવામાં આવી હતી.જેમાં આદિવાસી સમાજની વિસરતી જતી સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બાદ એક જમાના આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટ ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભરુચ જિલ્લા પંચાયતની  બાંધકામ સમિતિના ચેરમેન રાયસીંગ વસાવા,પરેશ વસાવા,રાજ વસાવા,મગન વસાવા સહિત વિવિધ ગામોના સરપંચ અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories