ભરૂચ: ઓવરસ્પીડ દોડતા ટેમ્પાની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત

ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું

New Update

ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું

ભરૂચના જીએનએફસી ઓવર બ્રિજ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવની વિગતો પર નજર કરીએ તો ભરૂચના નબીપુરના ગરીબ નવાઝ પાર્કમાં રહેતો  સાજીદ શેખ નવસારી નોકરી અર્થે રોજ અપડાઉન કરે છે. તે પોતાની બાઇક ભરૂચ રેલવે સ્ટેશન પર મૂકે છે અને ટ્રેનમાં નોકરી અર્થે જાય છે. આજ રોજ સવારના સમયે તે જી.એન.એફ.સી.ઓવરબ્રિજ  પરથી પસાર થઈ રહ્યો હતો

તે દરમિયાન ઓવર સ્પીડ જતા ટેમ્પાના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેમાં યુવાન માર્ગ પર પટકાયો હતો અને ટેમ્પાના તોતીગ પૈડા તેના પર ફરી વળતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતુ.અકસ્માત બાદ ટેમ્પોચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.પોલીસે ફરાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં માનવ મંદિર નજીક 2 વૃક્ષ ધરાશાયી, માર્ગ પર વાહનવ્યવહાર થયો પ્રભાવિત

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

New Update
Screenshot_2025-06-24-14-52-29-42_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

Screenshot_2025-06-24-14-52-45-27_92460851df6f172a4592fca41cc2d2e6

જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાય થતા વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા જ તંત્ર દ્વારા માર્ગ પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.વૃક્ષ ધરાશાયી થતા નજીકમાં પાર્ક કરેલ કાર અને ટેમ્પાને સામાન્ય નુકશાન પહોંચ્યું હતું.