ભરૂચ: જંબુસરના કાવા ગામે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત, માછીમારી કરવા ગયો હતો યુવાન

ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે તળાવમાં ડૂબી જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમાં તમારે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
aa
ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે તળાવમાં ડૂબી જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમાં તમારે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે યુવાનનું તળાવમાં ડૂબી જતા મોત નીપજવાની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા સતીષ રાઠોડ તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતા તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.આ અંગેની જાણ થતાં જ સ્થાનિકો અને અન્ય માછીમારોએ તેના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતા જંબુસર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટેમ ખસેડ્યો હતો બનાવની વધુ તપાસ જંબુસર પોલીસ ચલાવી રહી છે
Advertisment
Advertisment
Latest Stories