ભરૂચ: આમોદના વાસણા ગામે યુવાને ગળેફાંસો લગાવી કર્યો આપઘાત, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા અંતિમવાદી પગલું ભર્યું

ભરૂચના આમોદ તાલુકાના વાસણા ગામે મોબાઈલમાં ઓનલાઈન એવીએટર નામની ગેમ રમતા રૂપિયા હારી જતા 21 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા

New Update
guj

ભરૂચના આમોદ તાલુકાના વાસણા ગામે મોબાઈલમાં ઓનલાઈન એવીએટર નામની ગેમ રમતા રૂપિયા હારી જતા 21 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Advertisment
1/38

સમગ્ર દુનિયામાં અનેક યુવાનો રૂપિયા કમાવા માટે ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં આવીને લાખોના દેવામાં ડૂબી જઇને મોતને વહાલું કરવાના અનેક બનાવો નોંધાયા છે ત્યારે આવો જ એક કિસ્સો આમોદ તાલુકાના વાસણા ગામમાં સામે આવ્યો છે. વાસણા ગામમાં રહેતા 21 વર્ષીય રાહુલ કુમાર રાજુભાઈ વસાવા નામના યુવક મોબાઈલમાં એવીએટર નામની ઓનલાઇન ગેમ રૂપિયા કમાવવા માટે રમતો હતો. જોકે રાહુલ ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયો હતો.જેથી આર્થિક નુકશાનીથી હતાશ થઈને તેણે પોતાના ઘરમાં જ દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જેની જાણ થતા જ પરિવારજનો રાહુલને તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો.યુવાન પુત્રના મોતના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતા તેઓ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.