ભરૂચ: AAP દ્વારા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે  કાર્યકર્તા સંમેલન યોજાયું,પ્રદેશના આગેવાનોની હાજરી

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ  સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં  આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • આપ દ્વારા યોજાયું કાર્યકર્તા સંમેલન

  • પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવે આપી હાજરી

  • ધારાસભ્ય ચૈતર વસાવા રહ્યા ઉપસ્થિત

  • આપે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવાની બતાવી તૈયારી

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ  સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં  આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકો દોર શરૂ કરી દીધી છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું.જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક,ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા,સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ ગુજજી,જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ અગામી 2026 ની સ્થાનિક સ્વરાજ્યની તથા 2027 વિધાનસભા ચુંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભરૂચના વાલીયા અને  ડમલાઈ લિગ્નનાઇટ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે જેના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી વાંધા અરજીઓ આપી છે.આગામી સમયમાં કોંગ્રેસમાં સાથે જો ગઠબંધન થશે તો તેમની સાથે ચૂંટણી લડીશું અથવા તો આમ આદમી તમામ બેઠકો પર સ્વતંત્ર ચૂંટણીઓ લડશે એવી જાહેરાત કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.