ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આયોજન
પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું
ખેડૂત મહાપંચાયત અંગે અપાય માહિતી
31 ઓક્ટોબરે યોજાશે મહાપંચાયત
સરકારની નિતિઓનો કરાશે વિરોધ
આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે ત્યારે આ અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ, કપાસ ડ્યુટી રદ કરવામાં આવી, એપીએમસીમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.