ભરૂચ : ગોવાલી ગામ નજીક ખાનગી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યાં હતા.

New Update
ગોવાલી ગામ અકસ્માત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યાં હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર દિવસેને દિવસે વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે. આવા અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ધોરીમાર્ગ સહિતના અન્ય ગ્રામ્ય માર્ગો પર પુરઝડપે અને બેફિકરાઇથી દોડતા વાહનોથી અકસ્માતો થતા હોવાની વાતો જગજાહેર છેઅને લાંબા સમયથી ચર્ચામાં છેતેમ છતાં આવા વાહનો બેરોકટોક અને પુરઝડપે દોડતા હોવાથી તંત્રએ આ બાબતે લાલ આંખ કરવાની જરૂર જણાય છે.

અકસ્માતોની પરંપરાને યથાવત રાખતી એક ઘટનામાં ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર 2 ઇસમોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના 36 વર્ષીય ટીનીયાભાઇ ઠાકોરભાઇ વસાવા તેમજ ફળિયામાં રહેતા અને મૂળ ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામના 54 વર્ષીય બાબુ દુર્લભભાઇ વસાવા મોટરસાયકલ લઇને તરીયા-ધંતુરિયા ગામે મજુરીકામ કરવા જવા માટે નીકળ્યા હતા. ટીનીયાભાઇ મોટરસાયકલ ચલાવતા હતાઅને બાબુભાઇ પાછળ બેઠા હતા.

આ લોકો સવારના 6 વાગ્યાના અરસામાં ગોવાલી ગામ નજીકથી પસાર થતા હતાત્યારે એક લક્ઝરી બસ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટીનીયાભાઇના બન્ને પગ બસ નીચે આવી ગયા હતાતેમજ માથાના ભાગે પણ ગંભીર ઇજા થઇ હતી. મોટરસાયકલ પર બેઠેલ અન્ય ઇસમ બાબુભાઇને પણ માથા પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર ટીનીયાભાઇ ઠાકોરભાઇ વસાવા તેમજ બાબુભાઇ દુર્લભભાઇ વસાવાને ગંભીર ઇજાઓ પહોચતા તેઓના કરૂણ મોત નીપજ્યા હતા.

Latest Stories