ભરૂચ : સાયખાની અલ્કેમી ફાઈન કેમમાં ગટરની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત,કામદાર પર પ્રિકાસ્ટ ડ્રેઈન પડતા મોતને ભેટ્યો

ભરૂચ જિલ્લાના વાગરા પાસેની સાયખા જીઆઇડીસીમાં અલ્કેમી ફાઈન કેમ કંપનીમાં અકસ્માત સર્જાયો હતો. સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત નીપજ્યું હતું.

New Update
  • સાયખા ઔદ્યોગિક વસાહતમાં સર્જાયો અકસ્માત

  • અલ્કેમી ફાઈન કેમમાં સર્જાઈ દુર્ઘટના

  • ડ્રેનેજની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત

  • પ્રિકાસ્ટ ડ્રેઇન પડતા કામદાર મોતને ભેટ્યો

  • પોલીસે અકસ્માત મોત અંગે શરૂ કરી તપાસ 

ભરૂચ જિલ્લાની સાયખા ઔધોગિક વસાહતની અલ્કેમી ફાઈન કેમ કંપનીમાં ગટર લાઈનની કામગીરી દરમિયાન પ્રિકાસ્ટ ડ્રેઈન નીચે પડતા એક કામદારનું કરૂણ મોત નીપજ્યું હતું.

ભરૂચ જિલ્લાના વાગરા પાસેની સાયખા જીઆઇડીસીમાં અલ્કેમી ફાઈન કેમ કંપનીમાં અકસ્માત સર્જાયો હતો. સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ 35 વર્ષીય સબુ નારસિંગભાઈ મખોડિયા રહેઅલ્કેમી ફાઈન કેમ કંપનીની કોલોનીજુનેદ,વાગરા,મૂળ રહેવાસી મુવાલીયા,દાહોદનાઓ ગટર લાઇનમાં નાખવામાં આવતી સિમેન્ટની પ્રિકાસ્ટ ડ્રેઈનને બેલ્ટ બાંધી ક્રેન દ્વારા ઉપરથી નીચે ગટરમાં ઉતારતા હતા.તે દરમિયાન અચાનક હુકમાંથી બેલ્ટ સરકી જવાથી ડ્રેઈન કામદાર સબૂ પર પડી હતી.જેથી તેમના ચહેરા પર ઈજા થઈ હતી.તેઓને ભરૂચ સારવાર માટે લાવવામાં આવ્યા હતા,જોકે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેની ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.