ભરૂચ: વાગરાના  સલાદરા ગામ નજીક રેતી ભરેલ  ડમ્પર પલટી જતા અકસ્માત, ચાલકનો આબાદ બચાવ

રેતી ભરેલ એક હાઈવા ડમ્પર વાગરા તરફ જઈ રહ્યું હતું  તે દરમિયાન ચાલકે  સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં પલ્ટી ગયું જોકે સદ્દનસીબે ચાલકનો આબાદ બચાવ થયો

New Update
aladara village
ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે હાઈવા ડમ્પરને અકસ્માત નડ્યો હતો. ભરૂચ તરફથી રેતી ભરેલ એક હાઈવા ડમ્પર નંબર GJ-16-AW-4361 વાગરા તરફ જઈ રહ્યું હતું  તે દરમિયાન ચાલકે  સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં પલ્ટી ગયું હતું. જોકે સદ્દનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટના સમયે સામેથી કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી.