ભરૂચ: વાગરા વિધાનસભા ભાજપનું સક્રિય કાર્યકર સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા ઉપસ્થિત

ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાય રહ્યા છે.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • વાગરા વિધાનસભા ભાજપનું સંમેલન યોજાયું

  • સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • મોટી સંખ્યામાં કાર્યકરોએ આપી હાજરી

Advertisment
ભરૂચની વાગરા વિધાનસભા મતવિસ્તાર ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન શહેરની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું
ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાય રહ્યા છે.જે અંતર્ગત ભરૂચની વાગરા વિધાનસભા મતવિસ્તાર ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નવનિયુક્ત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ જયરાજસિંહ પરમાર તેમજ વાગરા તાલુકા ભાજપ પ્રમુખ સતીશ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Advertisment
Latest Stories