ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામે આદિવાસી દિવસની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામે આદિવાસી દિવસની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં તા. 9મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનું આગવું આયોજન ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામે ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય તેમજ આદિવાસી ડાન્સ ઉપસ્થિત લોકોનું આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું. ઉપસ્થિત લોકોને વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાન્ત વસાવાએ શિક્ષણમાં અગ્રેસર રહેવા ખાસ ઉપસ્થિત લોકોને તાકીદ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના હોદેદારો તથા યુવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.