-
NCT દ્વારા પાઈપલાઈનની કામગીરી
-
ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ કરાયું બંધ
-
નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અપાઈ સૂચના
-
પમ્પીંગ સ્ટેશનના પાઈપલાઈનની કામગીરી
-
કામગીરીને પગલે ઉદ્યોગોને પડશે નહિવત અસર
-
સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થવાની સંભવના
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે,જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીનું ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ધબકતી ધોળી નસ સમાન નર્મદા ક્લીન ટેક (NCT) દ્વારા A,B અને C પમ્પીંગ સ્ટેશનના પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે,જેના કારણે નોટીફાઈડ ઓથોરિટી દ્વારા NCTના સભ્ય ઉદ્યોગોને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.જોકે મોટા ભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે.NCT દ્વારા ઉદ્યોગમાંથી નીકળ્યા એફ્લુઅન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ કંટીયાજાળ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે.
હાલમાં NCT દ્વારા પાઈપલાઈનના કનેક્શનની મોટા પ્રમાણમાં કામગીરી હાથ ધરવામાં આવી છે,અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે તેમ ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાએ જણાવ્યું હતું.