-
ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું આયોજન
-
આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
-
રેલવે ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરાયો
-
આદિવાસી સમાજની 40 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો
-
રમત-ગમત ક્ષેત્રે યુવાનો એક મંચ પર આવે તેવો પ્રયાસ
ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું રેલવે ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજની 40 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાએ અંગ્રેજો સામે આઝાદીની ચળવળમાં જણાવ્યું હતું કે, ખરેખર આદિવાસી સમાજે પ્રગતિ કરવી હોય, સુખી અને સારું જીવન જીવવું હોય તો સમાજના કેટલાક કુરિવાજો, અંધશ્રદ્ધા તથા વ્યસનો છોડી ઉચ્ચ કક્ષાના શિક્ષણ સાથે સમાજને આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ, ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાય અને આદિવાસી સમાજના શિક્ષણ સહિત રમત-ગમત ક્ષેત્રે પણ યુવાનો એક મંચ પર આવી સમાજ કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની 40 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ અખંડ આદીવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીષ વસાવા, સંજય વસાવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.