ભરૂચ અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર અંગે કરવામાં આવેલા નિવેદનનો વિરોધ કર્યો હતો,અને રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી ભોગીલાલ સોલંકી,શ્રમિક કામદાર યુનિયનના અધ્યક્ષ દિનેશ સોલંકી,વાલ્મિકી સમાજના અગ્રણી ધર્મેશ મહિડા તેમજ ધર્મેશ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અને દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલા ડો.બાબાસાહેબ આંબેડકર સામેના નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો,અને અમિત શાહ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.