ભરૂચ: JP કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ કોલેજને રૂ.15 લાખનું આપ્યું દાન, સન્માન સમારોહ યોજાયો

ભરૂચની શ્રી જયેન્દ્રપૂરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. એમ.ડી. અણખીવાલા દ્વારા કોલેજને રૂ. ૧5 લાખનું દાન આપવામાં આવતા તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો

New Update
  • ભરૂચમાં આવેલી છે જે.પી.કોલેજ

  • કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ આપ્યું દાન

  • કોલેજને રૂ.15 લાખનું દાન આપવામાં આવ્યું

  • સન્માન સમારોહનું કરાયુ આયોજન

  • કોલેજ પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચની શ્રી જયેન્દ્રપૂરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. એમ.ડી. અણખીવાલા દ્વારા કોલેજને રૂ. ૧5 લાખનું દાન આપવામાં આવતા તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો
ભરૂચની શ્રી જયેન્દ્રપૂરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.એમ.ડી. અણખીવાલા શ્રી સદ્ વિદ્યા મંડળ ભરૂચ દ્વારા વર્ષો પહેલા માત્ર રૂ. ૯૮૭ની  ફીની સહાય મેળવી હતી.આ સહાયની યાદ સાથે તેમણે હવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને તે હેતુથી રૂ. ૧૫ લાખનું દાન આપવાની જાહેરાત કરી છે.આ ભંડોળથી એવા વિદ્યાર્થીઓને મદદ મળશે જેઓ ભારે ફીના કારણે અભ્યાસથી વંચિત રહેતા હતા. ડૉ. અણખીવાલાના આ ઉત્કૃષ્ટ વિચાર અને સામાજિક જવાબદારીના અભિગમને અભિનંદન પાઠવતાં કોલેજ પરિવાર તથા સદવિધ્યા મંડળ દ્વારા તેમનો વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મંડળના પ્રમુખ, કોલેજના આચાર્ય અને શિક્ષકમંડળે તેમનો આભાર વ્યક્ત કર્યો તથા તેમને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા
Latest Stories