અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકશાન..! : વળતર ચૂકવવા ભરૂચ-આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું તંત્રને આવેદન...

ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા બાબતે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી, જ્યારે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

New Update

જીલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયું મોટું નુકશાન

નુકશાન સામે ખેડૂતોને વળતર આપવા માંગ ઉઠી

ભરૂચ અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિની માંગ

મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત

સરકાર દ્વારા સર્વે કરાવી સહાય આપવા માંગ કરી

ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા બાબતે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીજ્યારે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સમગ્ર ભરૂચ જીલ્લામાં ખેડૂતોએ સારા પાકની ઉપજ સાથે વિવિધ શાકભાજી સહિતના વિવિધ ખેતીપાકનું વાવેતર કર્યું હતું. જોકેપાછોતરા વરસાદે જાણે વેર વાળ્યો હોય તેવી પ્રતીતિ તાહિ રહી છે. વરસાદના કારણે ખેતીપાકને ભારે નુકશાન પહોચ્યું છેત્યારે અતિવૃષ્ટિથી થયેલા નુકશાન સામે ખેડૂતોને વળતર ચૂકવાય તે માટે રજૂઆતો પણ કરવામાં આવી છે. તેવામાં ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પાકને થયેલા નુકશાન બાબતે વળતર આપવા ભરૂચ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસારચાલુ વર્ષે ચોમાસામાં અનરાધાર વરસેલા વરસાદના પગલે સોરાષ્ટ્રદક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકશાન થવા પામ્યું છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છેત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે તે માટે પાકનો સર્વે કરાવી સહાય આપવા ભરૂચ તાલુકા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

તો બીજી તરફભરૂચ જિલ્લાના આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ખેડૂતોને થયેલી નુકશાની સહાય તાત્કાલીક ચૂકવવા આમોદ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌરાષ્ટ્રદક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. એક તરફ દિવાળીના તહેવારો માથા પર હોય અને નુકશાનીનું સર્વે પણ પૂર્ણ થઇ ગયું હોવા છતાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને આજદિન સુધી સરકારની એક પણ રૂપિયાની સહાય મળી નથીત્યારે નવી ખેતી ઉભી કરવા માટે પણ ખેડૂતોની દયનિય સ્થિતી બની હોયજેથી ડિજિટલ ઇન્ડિયાની ડંફાસો વચ્ચે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકશાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો માંગ કરી રહ્યા છે.

Latest Stories