આંગણવાડી કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું ભવ્ય આયોજન
આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરાય
આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરાયું
પૌષ્ટિક આહાર અંગે કિશોરીઓને વિસ્તૃત માહિતી અપાય
પાલિકા સભ્યો સહિત આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેરના વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલિકા સભ્યો સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. જે લાભો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ભરૂચ જિલ્લાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે, ત્યારે વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી હતી, તેમજ આજની ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત ધાન્ય બાજરી, રાગી, કાંગ, જુવાર, કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકને ઉપયોગમાં લેવા જણાવ્યું હતું. ભરૂચ સેજાની તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાળા, નગરસેવક ચેતન રાણાએ ઉપસ્થિત રહી કિશોરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.