ભરૂચ-અંકલેશ્વરના વિકાસને મળશે વેગ, બૌડાની બેઠકમાં રૂ.45 કરોડના વિકાસના કામોને મંજૂરી

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડાની મળેલી બોર્ડ બેઠકમાં નગરજનોના સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અંદાજે ₹45 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

New Update
  • ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળની બેઠક

  • કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

  • રૂ.45 કરોડના વિકાસના કામોને અપાય મંજૂરી

  • ટીપી રોડ વિકાસ માટે રૂ.25 કરોડ ફાળવાયા

  • કલેકટર ગૌરાંગ મકવાણાએ આપી માહિતી

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડાની બોર્ડ બેઠક ભરૂચ કલેક્ટર અને બૌડા ચેરમેન ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડાની મળેલી બોર્ડ બેઠકમાં નગરજનોના સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અંદાજે ₹45 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મંજૂર થયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં કોસમડી વિસ્તારના સુઆયોજિત વિકાસ માટે 11 નગર રચના યોજનાઓ તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત અંદાજિત 1300 હેક્ટર વિસ્તાર માટે હદ પરામર્શ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે.ઝાડેશ્વર વિસ્તારના ડ્રાફ્ટ ટીપી હેઠળ નગર રચના અધિકારીના સૂચનો પાઠવવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
આ અંતર્ગત 25.52 હેક્ટરમાં રહેણાંક, બાગ-બગીચા અને સામાજિક માળખાં સહિતના ઉપયોગ માટે જમીનો ઉપલબ્ધ કરાશે.ટી.પી. રોડ વિકાસ માટે ₹25 કરોડની મંજૂરી આપવામાં આવી છે.તળાવોના નવીનીકરણ અને બ્યુટિફિકેશન માટે ₹20 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આમાં ભોલાવ, તવરા, કાપોદરા અને કોસમડી ગામના તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.બૌડાની નવી વેબસાઈટ ડિઝાઇન કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.આ વેબસાઈટ પર નગર રચના યોજનાઓ અને વિકાસ કામગીરીની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થશે.
Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.

Latest Stories