New Update
/connect-gujarat/media/media_files/2025/12/08/cldsas-2025-12-08-08-44-00.png)
ભરૂચ શહેર અને જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું
ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પગલે ભરૂચના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આજરોજ ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીના પગલે લોકો તાપણું કરતા નજરે પડ્યા હતા. હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Latest Stories