ભરૂચ : એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં એ’ ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન, શાંતિ સમિતિની બેઠક-લોક દરબાર યોજાયો...

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન, શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે યોજાયો કાર્યક્રમ

  • જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિ

  • એસપીની અધ્યક્ષતામાં પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન

  • શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબારનું પણ આયોજન

  • લોક પ્રતિનિધિઓઅગ્રણીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શનશાંતિ સમિતિની બેઠક તથા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબાર યોજાયો હતો. જેમાં શાંતિ સમિતિના સભ્યોલોક પ્રતિનિધિઓઅગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારોના નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારોની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.

નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યામાર્ગ સલામતીચોરીના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતીજ્યારે એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કેલોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છેઅને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે. આ અવસરે ભરૂચના એસસી/એસટી સેલના ડીવાયએસપી ડો. અનિલ સિસારા’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.વસાવાપીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories