New Update
ભરૂચની યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયાના ખોટા દસ્તાવેજ બનાવી રૂ.7.77 કરોડની અલગ અલગ લોન મેળવી છેતરપીંડી કરી છેલ્લા ૪ વર્ષથી ફરાર આરોપીની ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયા ભરૂચ શાખામાથી ખુલ્લા પ્લોટ પર મકાન બાંધકામ અંગેની લોન મેળવવા માટે પુર્વ આયોજિત કાવતરૂ રચી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી કુલ-૫૦ લોન પાસ કરાવી 7.77 કરોડની લોનની રકમ મેળવી છેતરપીંડી તથા ખોટા દસ્તાવેજ બનાવતા એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં નાસતા ફરતા આરોપી અને અમરેલી ખાતે રહેતા જગદીશભાઇ ઉર્ફે જિજ્ઞેશ બાલુભાઇ પરસોતમભાઇ વેકરીયાની બાતમી આધારે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી જગદીશ વેકરીયા તથા આરોપી વિજયભાઇ ફિણવીયા મામા-ફોઇના છોકરા થાય છે અને બેન્કમાથી પ્લોટ ઉપર મકાન બાંધકામ અંગેની લોન મેળવવા માટે સાહેદોના નામના ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા જે પૈકી લોન મેળવવા માટેના જરૂરી દસ્તાવેજ બાંધકામ કરાર છે અને ખોટા બનાવવામાં આવેલ બાંધકામ કરારો પૈકી ૨૫ બાંધકામ કરાર આરોપી જગદીશ વેકરીયાએ કુલ રૂ.૪,૫૭,૦૮૦૦૦/- તેના યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયામાં જમા કરાવ્યા હતા.હાલ ઝડપાયેલા આરોપીએ ગુનો કરવામાં મદદગારી કરી કરી મહત્વની મહત્વની ૯ ભુમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories