-
ભરૂચમાં તસ્કરોનો આતંક
-
નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરીનો બનાવ
-
મોબાઈલ શોપમાં તસ્કરે કર્યો હાથ ફેરો
-
ચોરીની ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા
-
અગાઉ પણ આ જ શોપિંગ સેન્ટરમાં થઈ હતી ચોરી
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ મોબાઈલ શોપમાં સતત બીજી મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
એક જ અઠવાડિયામાં ભરૂચ શહેરના ભરચક એવા પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મોબાઈલ શોપમાં ચોરીની બનતી ઘટનાઓને લઈ વેપારીઓ પોતાને અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે ત્યારે ગતરોજ મોડી રાતે વધુ એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.તસ્કરોએ અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ લેપટોપ મળી કુલ અંદાજીત 50થી 60 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આજ શોપિંગમાં તારીખ 22 માર્ચના રોજ પણ ચોરીની ઘટના બની હતી. એક જ તસ્કરે ચોરીની આ ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે.ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી.