ભરૂચ: સોનીને ત્યાં ઘડામણનું કામ શીખવા આવેલ કારીગર રૂ.5.32 લાખના દાગીના લઈ ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ભરૂચના કંસારવાડમાં સોનીને ત્યાં પાંચ દિવસ પેહલા જ ઘડામણનું કામ શીખવા આવેલ બંગાળી યુવાન 5.32 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો.ચોરીનો આ બનાવ CCTV કેમરામાં કેદ થયો

New Update
  • ભરૂચના કંસારવાડનો બનાવ

  • સોનીને ત્યાં ચોરીનો બનાવ

  • કારીગરે જ ચોરીના ગુનાને આપ્યો અંજામ

  • રૂ.5.32 લાખના દાગીનાની ચોરી

  • એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભરૂચના કંસારવાડ ખલાસવાડ લાલબજારમાં 35 વર્ષથી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના સુજયકુમાર ધારા સોના ચાંદીના દાગીના બનાવે છે. ગત 7 ડિસેમ્બરે જ તેમના પરિચિત વ્યક્તિ મારફતે બંગાળનો જીત દાસ સોના-ચાંદીના દાગીનાની ઘડામણનું કામ શીખવા આવ્યો હતો. 12 ડિસેમ્બરે બપોરે ઘરના નીચેના ભાગે સોની કારીગર સાથે ઘડામણનું કામ કરી રહ્યા હતા. ઉપરના માળે તેઓના પત્ની હતા. દરમિયાન દીકરીને કોલેજથી લેવા જવાનું થતા સોની ABC સર્કલ ગયા હતા. 
દરમિયાન ઘડામણ અને રીપેરીંગ માટે આવેલા સોના - ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકી તેને લોક કરી તેઓ દીકરીને કોલેજથી લેવા નીકળ્યા હતા.સાંજે 4.30 કલાક આસપાસ દીકરીને લઈ ઘરે પરત ફરતા કામ શીખવા આવેલ કારીગર ગાયબ હતો. જે ડ્રોવરમાં દાગીના મુકેલા હતા તેનું લોક તૂટેલું હતું અને અંદર દાગીના પણ ન હતા. સોની સુજય કુમારે ઘરમા લગાવેલ સીસીટીવી જોતા કારીગર જીતદાસ ટેબલના ડ્રોવરનું લોક તોડીને તેમાથી સોના-ચાંદીની ચોરી કરીને નીકળી ગયો હોવાનું માલુમ પડ્યું હતું.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સોનીએ સોનાની રૂદ્રાક્ષની માળા, સોનાની વીંટી,  સોનાનો હાર અને ચાંદીનો ભુક્કો મળી કુલ 73 ગ્રામ સોનુ અને 75 ગ્રામ ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ ₹5.32 લાખના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધી ફરાર જીત દાસની શોધખોળ શરૂ કરી હતી.
Latest Stories