New Update
ભરૂચમાં આશાવર્કરોનું વિરોધ પ્રદર્શન
કલેકટર કચેરી-જિલ્લા પંચાયતમાં પાઠવ્યું આવેદનપત્ર
વિવિધ પડતર પ્રશ્ને કરવામાં આવી રજુઆત
ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરવાની માંગ
આશાવર્કરોનો વર્ગ 4માં સમાવેશ કરવાની માંગ
ભરૂચ આશા કર્મચારી સંઘ દ્વારા વર્ષોથી ચાલતી ઇન્સેન્ટીવ પ્રથા પર કામ કરતી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને વર્ગ-૪ મા ગણી પગાર અને ભથ્થું આપી લઘુમન વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું હતું.
ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા આજરોજ જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર
રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને કાર્ય કરે છે. હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેકટ આવ્યો છે ટેકો + માં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે, તો બધા આશાબહેનો કે આશા ફેસેલીટર બહેનોની પરીસ્થિતી સરખીના હોય એમની પાસે સારા મોબાઈલ પણ ન હોય તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે માટે બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનીંગ અપાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ લધુતમ વેતન ફિકસ પગાર કરી આશા બહેનો અને આશા ફેસેલીટર નો વર્ગ-૪ માં સમાવેશ કરે એવી માંગ કરવામાં આવી છે.
Latest Stories