ભરૂચ : નોરતાના પ્રારંભે તવરા સ્થિત પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના કરાય...

શારદીય નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે.

New Update

શારદીય નવરાત્રી મહોત્સવનો આજથી થયો પ્રારંભ

તવરા ગામે આહીર સમાજ દ્વારા પરંપરાગત ઉજવણી

પાંચ દેવી મંદિરે કરાય માતાજીના જવારાની સ્થાપના

શેરી ગરબામાં રમઝટ બોલાવી આસો નવરાત્રી ઉજવણી

નવરાત્રિના નવે નવ દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

શારદીય નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છેત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે.

આસો નવરાત્રીના પ્રારંભ સાથે આહીર સમાજ દ્વારા દર વર્ષે ધામધૂમથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. તેવામાં આજથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છેત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે. નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરે મઢની સાફ-સફાઈ કરી જવારામાં ઘઉંજુવારવાલમગજવ જેવા કઠોળથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે. માતાજીના જવારાનું પુજન-અર્ચન કરી 10 દિવસ બાદ પાવન સલીલા માઁ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે. આ ઉત્સવ દરમ્યાન ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દેવી મંદિરે જિલ્લાભરમાંથી માઈભક્તો માતાજીના દર્શાનાર્થે આવી ધન્યતા અનુભવતા હોય છે. આસો નવરાત્રિના પ્રથમ નોરતેથી જ કેટલાક માઈભક્તો દ્વારા એકટાણું ઉપવાસ કરવામાં આવે છે. આ ઉપરાંત માતાજીની ભક્તિમાં લીન બની મોડી રાત્રે શેરી ગરબામાં રમઝટ બોલાવી આસો નવરાત્રી ઉજવણી કરવામાં આવે છે.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.