ભરૂચ: આત્મીય ગ્રીન સ્કૂલ પરિવાર દ્વારા સરકારી શાળાના 1 હજાર વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરાયુ

ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ પરિવાર દ્વારા 1000થી વધુ બાળકોને સ્વેટરનું વિતરણ કરી અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું

New Update
Advertisment
  • ભરૂચમાં આવેલી છે આત્મીય ગ્રીન સ્કૂલ

  • શાળા પરિવાર દ્વારા કરાયુ સેવા કાર્ય

  • સરકારી શાળાના વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ

  • 1 હજાર વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરાશે

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ પરિવાર દ્વારા 1000થી વધુ બાળકોને સ્વેટરનું વિતરણ કરી અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું
સામાજિક ઉત્કર્ષના અભિગમથી આત્મીય ગ્રીન સ્કુલ ઝાડેશ્વરના મેનેજીંગ ડાયરેકટર  પ્રવિણ કાછડીયા દ્રારા ઝાડેશ્વર કુમાર શાળા, કન્યા શાળા અને ઝઘડિયા તાલુકાના આજુબાજુના વિસ્તારની પ્રાથમિક શાળા ખાતે જરૂરીયાતમંદ બાળકોને ૧૦૦૦ સ્વેટરનું વિતરણ કરવામાં આવનાર છે ત્યારે આજરોજ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી કુમાર પ્રાથમિક શાળામાં 370થી વધુ વિદ્યાર્થીઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોના હસ્તે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરુચ તાલુકા પંચાયત પ્રમુખ  કૌશિક પટેલ, કુમાર શાળાના આચાર્ય દેવેન્દ્રકુમાર પંડવા તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories