આયુર્વેદ શાખા અને બ્રહ્મસમાજ સંગઠન દ્વારા આયોજન
ખત્રીવાડ ખાતે આયુર્વેદિક-હોમિયોપેથીક કેમ્પ યોજાયો
નિષ્ણાત તબીબોએ મેડિકલ કેમ્પમાં પોતાની સેવા આપી
150થી વધુ લાભાર્થીઓએ મેડિકલ કેમ્પનો લ્હાવો લીધો
મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો-સભ્યોની ઉપસ્થિતિ
ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વરસાદની સીઝનમાં વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગના કેસો વધુ જોવા મળતા હોય છે. ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી-ગાંધીનગર નિર્દેશિત ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ જુના ભરૂચના કબીરપુરા-ખત્રીવાડ સ્થિત જુના અંબાજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આયુર્વેદ વિભાગના તબીબ ડો. ક્રિષ્ના ફણસિયા, કવિઠાના આયુર્વેદીક મેડિકલ ઓફિસર ડો. મનીષા વાઢીયા, હોમિયોપેથીક ડો. કેતન પટેલએ પોતાની સેવાઓ આપી હતી. આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવળ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ પૂર્વ પ્રમુખ ગીરીશ શુક્લ, બ્રહ્મ અગ્રણી શૈલેષ દવે, શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ, જ્યેન્દ્ર ભટ્ટ, કેશવ શુક્લ, પ્રદીપ મોંઘે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.