New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન
-
નારાયણ કુંજ વિહાર સોસા.માં કેમ્પ યોજાયો
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
-
100થી વધુ વડીલોએ કાર્ડ કઢાવ્યા
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સ્ટેશન સોસાયટી સ્થિત કોમ્યુનીટી હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આયુષ્યમાન વય વંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો હતો
ભરૂચના ભોલાવ ગામની હદમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સ્ટેશન સોસાયટી સ્થિત કોમ્યુનીટી હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે 70 થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કેમ્પમાં ૧૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઇ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા.કેમ્પમાં જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના પધાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
Latest Stories