ભરૂચ: હાંસોટમાં આયુષ્યમાન આરોગ્ય કેમ્પ યોજાયો, 200થી વધુ દર્દીઓએ લીધો લાભ

હાંસોટમાં આયુષ્યમાન આરોગ્ય કેમ્પમાં કે. સી. પટેલ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ ભરૂચ ખાતેથી વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.........

ખાતે  આરોગ્ય કેમ્પ
New Update
ભરૂચના હાંસોટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર  ખાતે આયુષ્માન આરોગ્ય મેળો યોજાયો જેમાં કે. સી. પટેલ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ ભરૂચ ખાતેથી વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો જે એસ દુલેરાએ કેમ્પની વિશેષ મુલાકાત લઈ હાજર સ્ટાફને કામગીરીના યોગ્ય સૂચનો આપ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફીસર, અધિક્ષક  સીએસસી અધિકારીએ હાજર રહી કાર્યક્રમને અનુરૂપ યોગ્ય માહિતી આપી હતી. આ કેમ્પમાં તાલુકાના ૨૦૧થી વધુ દર્દીઓએ વિવિધ રોગોના કુશળ તબીબોની સેવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગના ડોકટરો,આરોગ્ય સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો.
#Connect Gujarat #Bharuch Samachar #hansot news #આયુષ્યમાન આરોગ્ય કેમ્પ #Ayushyman Arogya Mission
Here are a few more articles:
Read the Next Article