New Update
/connect-gujarat/media/media_files/2025/12/19/bharuch-police-2025-12-19-17-00-33.jpg)
ભરૂચના મદીના પાર્કના કાપડના વેપારીને 5 મ્યુલ એકાઉન્ટ ખોલાવી 47 ટ્રાન્ઝેક્શન દ્વારા સાયબર ફ્રોડના ₹11.82 લાખના આચરેલા ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ બી ડિવિઝન પોલીસે મ્યુલ એકાઉન્ટ હંટની ડ્રાઈવમાં મદીના પાર્કમાં રહેતા રેડીમેઇડ કપડાના વેપારીની ધરપકડ કરી છે. કાપડનો વેપારી સરફરાજ મેમણે સાયબર ફ્રોડના આવેલા રૂપિયા ડિપોઝીટ કરાવવા 5 મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા હતા. જે બેંક ખાતામાં થયેલા 47 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹11.82 લાખની રકમ જમા થઈ હતી.
આરોપીના બેંક ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં જમા થયા હતા. જે એન.સી.આર.પી. અરજીની વિગતો ચકાસતા હકીકત બહાર આવી હતી. આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેને ગુનો કબુલવા સાથે સાયબર ફ્રોડના જમા થયેલા લાખો રૂપિયા પોતાના અંગત કામો માટે વાપરી નાખ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું.
Latest Stories