New Update
/connect-gujarat/media/media_files/2025/02/04/o7b1Amgr4NZmaDUoU12z.jpg)
નર્મદામૈયા બ્રીજ ભરૂચ-અંકલેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી, ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે. એ.બી.સી સર્કલથી નર્મદામૈયા બ્રીજ તથા અંકલેશ્વર તરફથી અવર-જવર કરતાં ભારે વાહનો / મોટા વાહનો જેવા કે લકઝરી બસો, ટ્રકો વિગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એ.બી.સી સર્કલથી નર્મદામૈયા બ્રીજ સુધીમાં મોટી હોટલો, કોમ્પલેક્ષ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલ છે. જેથી, આ ભારે તથા અતિભારે વાહનોની અવર-જવરના કારણે જાનહાની થવાની પણ પુરતી સંભાવના રહેલી છે.
જેથી, નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે. તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.આ જાહેરનામું કલેકટર દ્વારા તારીખ 05/08/2025 થી 04/11/2025 એટલે કે ત્રણ માસ સુધી લંબાવામાં આવ્યું છે.આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
Latest Stories