ભરૂચ: નરસિંહપુરા વિસ્તારમાં ન.પા.ના અધિકારીઓ વિરુદ્ધ લાગ્યા બેનર, જુઓ શું છે મામલો

ભરૂચના નરસિંહપુરા વિસ્તારમાં આસપાસની હોટલના સંચાલકો દ્વારા માંસાહારી કચરો ઠાલવી ગંદકી ફેલાવવા આવતી હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

New Update
  • ભરૂચના નરસિંહપુરાના રહીશોનો વિરોધ

  • વિસ્તારમાં માંસાહારી કચરો ઠલવાતો હોવાના આક્ષેપ

  • આસપાસની હોટલના સંચાલકો સામે રોષ

  • અધિકારીઓ વિરુદ્ધ રોષ વ્યકત કરતા બેનર લાગ્યા

  • કચરાના કારણે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતી હોવાની રજુઆત

ભરૂચના નરસિંહપુરા વિસ્તારમાં આસપાસની હોટલના સંચાલકો દ્વારા માંસાહારી કચરો ઠાલવી ગંદકી ફેલાવવા આવતી હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં આસપાસની હોટલના સંચાલકો દ્વારા માંસાહારી કચરો  ઠાલવી લોકોની ધાર્મિક લાગણી દુભાવવા સાથે ગંદકી ફેલાવવામાં આવતા રહીશોએ પાલિકાના અધિકારીઓ વિરુધ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો.નરસિંહપુરાના રહીશોએ આખા વિસ્તારમાં ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર ખાટકીઓ મિત્ર હોવાના ચોકાવનારા આક્ષેપ સાથે બેનાગરો ટાંગી દીધા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે અહી આસપાસની માંસાહારી રેસ્ટોરન્ટ દ્વારા કિચન વેસ્ટનો નિકાલ કરી ધાર્મિક લાગણી દુભાવવામાં આવી રહી છે.બીજી તરફ અહી ખાટકીની દુકાનને ખોલવાના પ્રયાસ શરુ થઇ રહ્યા છે એવા આક્ષેપ સાથે  સ્થાનિકોનો પારો સાતમાં આસમાને પહોંચ્યો છે.
Latest Stories