ભરૂચ: વડોદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

વડોદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

New Update

વડોદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

વડોદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજતા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં  ફિજીશિયન,હ્રદય રોગ,હાડકાના રોગ,જનરલ સર્જરી, કાન,નાક અને ગળાના રોગના ડૉકટરોએ પોતાની ઉત્તમ સેવા આપી હતી. આરોગ્યમ સર્વદા આ કેન્દ્રવર્તી વિચાર સાથે જન જનના આરોગ્યની સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલાદરા વડોદરા સ્થિત BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આજરોજ ભરૂચ સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં કેમ્પનું ઉદ્દઘાટન પૂજ્ય અનિર્દેશ સ્વામી (કોઠારી સ્વામી) દ્વારા સવારે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યું હતું.

જેમાં જનરલ સર્જરી, હાડકાંના રોગો, હ્રદય રોગ, જનરલ ફિઝિશિયન, કાન,નાક અને ગળાના વિગેરે જટીલ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા ભરૂચના નગરજનોની સુખાકારી માટે એક્સ રે,મધુપ્રમેહ, ઈ.સી.જી જેવાં પરિક્ષણો પણ નિઃ શુલ્ક કરીને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સાથે રાહત દરે દાવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે ઉપસ્થિત ૫૦૦ થી પણ વધારે દર્દીઓને કેમ્પનો લાભ મળ્યો હતો.

Latest Stories